મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ યાત્રાધામ જૈનોના ર૪ તીર્થક્ષેત્રમાંનું એક છે અને તે પણ પોતાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે.
આ જૈન મંદિરનું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. અહીંયા ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે. જેની ટોચે સોનાનો કળશ છે. આ આખું મંદિર આરસપહાણથી બનેલું છે અને અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

કુમતં ખંડનં કુર્વે, જૈન શાસ્ત્રવિરોધિનામં
ઘણ્ટાકર્ણમહાવીર, જૈનશાસનરક્ષકઃ
તસ્ય સહાયસિદ્ધયર્થ, વચ્મિ શાસ્ત્રાનુસારતઃ
ઘણ્ટાકર્ણ મહાવીર એ બાવન વીર પૈકીમાંના એક વીર છે. તે જૈન શાસક રક્ષકવીર છે. તે જૈન ધર્મમાં શ્રદ્ધા રાખતા જૈનોને સહાય કરે છે. જૈન શાસ્ત્રોમાં પરંપરાગતનું વર્ણન છે. હિન્દુ પરંપરાગતોને તેઓ સૌ માને છે. તેવી રીતે જૈનો પણ માને છે. પૂર્વાચાર્યોએ તપ આદરી મંત્રની આરાધના કરી, નવીન માણિભદ્રવીરને જૈન શાસન દેવ તરીકે સ્થાપિત કર્યા છે. પ્રભુની પ્રતિમાની નીચે દેવી હોય છે અને બહારના મંડપના ગોખલાઓમાં અનેક પ્રકારનાં શસ્ત્ર ધારણ યક્ષ- યક્ષિણીની ર્મૂિતઓ મંત્રથી પ્રતિષ્ઠિત કરેલી હોય છે. ઘણ્ટાકર્ણ વીર ચોથા ગુણસ્થાનકવાળા દેવ છે. આથી તે ગૃહસ્થ જૈન શ્રાવકના બંધુ ઠર્યા. આથી જ ગૃહસ્થ જૈનો તેમની સુખડી ખાય છે.
જૈન મુનિઓ, યતિઓ, શ્રી પૂજકો, શ્રાવકો, ઘણ્ટાકર્ણવીરના મંત્ર જપે છે અને તેમની આરાધના કરે છે. મહુડીમાં શ્રી પદ્મપ્રભુના અધિષ્ઠાયક તરીકે શ્રી ઘણ્ટાકર્ણ મહાવીરની સ્થાપના કરી છે. તે પ્રભુભક્તોને સહાયકારી થાય છે. તે બાબતના અનેક ચમત્કારો સંભળાય છે. ઘણ્ટાકર્ણ મહાવીર દેવ પહેલાં પૂર્વ ભવમાં એક આર્ય રાજા હતા. તે સતીઓનું, સાધુઓનું તેમ જ ધર્મી મનુષ્યોનું રક્ષણ કરવામાં જીવન ગાળતા હતા. દુષ્ટ રાક્ષસ જેવા મનુષ્યોના હુમલાઓથી ધર્મી પ્રજાનું રક્ષણ કરતા હતા. તેમને સુખડી પ્રિય હતી. તેઓ અતિથિઓની સેવાભક્તિ કરતા હતા અને ઘણા શૂરા હતા.

જૈનો તીર્થયાત્રાએ જાય છે, પ્રભુની સહાયતાથી પોતાનામાં રહેલા સદ્ગુણોનો પ્રકાશ કરવા ઈચ્છે છે. મહુડીમાં આવેલ દરેક યાત્રી ઘણ્ટાકર્ણ મહાવીરની કૃપા પામે છે. મહુડીનો નિયમ છે કે, સુખડી મંદિરની બહાર લઈ જવાતી નથી. ધાર્મિક માન્યતાથી શરૃ થયેેલી આ વાત અત્યારે કદાચ સામાજિક દૃષ્ટિએ કહીએ તો એ રીતે સારી છે કે, દરેક વ્યક્તિને ત્યાં સુખડી મળી રહે.
મહુડી તીર્થમાં રહેવાની ઓરડીઓ મળેે છે. જમવા માટે ભોજનાલય છે અને ખૂબ જ વાજબી ભાવે ત્યાં જમવાનું મળી રહે છે. આમ મહુડી જૈનો અને જૈનેતર માટે મહત્ત્વનું યાત્રાધામ- તીર્થધામ બની ગયું છે.

જૈનોનાં મંદિરમાં મૂળ નાયક તીર્થંકરના યક્ષ-યક્ષિણી વગેરેનું સ્થાપન કરેલું હોય છે. પ્રભુની પ્રતિમાની નીચે દેવી હોય છે અને બહારના મંડપના ગોખલાઓમાં અનેક પ્રકારના શસ્ત્ર-ધારક યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ મંત્રથી પ્રતિષ્ઠિત કરેલી હોય છે. જૈનો માને છે કે મંત્રમાં સંમોહનની શક્તિ છે. તે મંત્રના બળે દેવો આવે છે અને સહાય કરે છે. ઘંટાકર્ણ વીર ચોથા ગુણ-સ્થાનકવાળા દેવ છે. આથી તે ગૃહસ્થ જૈન શ્રાવકના બંધુ ઠર્યા. આથી જ ગૃહસ્થ જૈનો તેમની સુખડી ખાય છે.
ઘંટાકર્ણજીને આ દેરાસરના પ્રાંગણમાં જ બનેલી સુખડીનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે. આ સુખડી ખૂબ જ સ્વાદિષ્ટસ હોય છે, પરંતુ તે પ્રાંગણમાં જ ખાઈને અથવા ગરીબ-ગુરબાંને આપીને પૂરી કરવાની હોય છે. આ સંકુલમાંથી તે બહાર લઈ જવાનો નિષેધ છે. ક્યારેક કોઈએ તેવો પ્રયત્ન કર્યો હોય તે સફળ થઈ શક્યા નથી, તેવી લોકવાયકા છે.
મહુડીમાં જ જૂનું તીર્થ છે કાટ્યર્કજી. જે ખડાયતા વણિકોના કુળદેવ છે. શ્રી કોટ્યર્કજીનું જૂનું મંદિર નદીની ધાર પર હતું. જ્યાંથી દેવમૂર્તિને નવા બંધાયેલા વિશાળ મંદિરમાં ખસેડવામાં આવી છે. તે સાથે પુરાણા મંદિરના ગોખમાંની એક-બે સુંદર શિલ્પાકૃતિઓ પણ ત્યાં ખસેડાઈ તેમાં બાળકને ઊંચકીને ઊભેલી મા સાથે મસ્તી કરતા બાળકનું શિલ્પ મૂર્તિસૌંદર્યની ર્દષ્ટિએ બેનમૂન ગણાવ્યું છે.


ઘંટાકર્ણવીરબાવન વીરોમાં ત્રીસમાં દેવ તરીકે તેમની ગણના થઈ. પૂર્વભવમાં તેમના હાથમાં ધનુષ્ય, બાણ, ખડગ હતાં તેથી તેમની મૂર્તિના હાથમાં ધનુષ્યન, બાણ, ખડગ આપવામાં આવે છે. આ દેવ ક્ષત્રિય રાજાઓનો આત્મા હોવાથી તેમની ધનુષ્યતબાણવાળી મૂર્તિ સ્થાપિત કરી છે.
કોટ્યાર્કમહુડીથી 1.5 કિ.મી. દૂર સાબરમતી નદીને કિનારે એક ટેકરી ઉપર કોટ્યાર્કના મંદિરમાં પ્રાચીન કલાપૂર્ણ પ્રતિમાઓ તથા અવશેષ ર્દષ્ટિગોચર થાય છે. શ્રી શાંતિનાથ પ્રભુની પંચધાતુથી બનાવેલી જટાયુક્ત, રેડિયમ જેવાં નેત્રોવાળી સાડાચાર ફૂટ ઊંચી પ્રતિમાનાં દર્શન કરવાં દુર્લભ છે. શ્રી અજિતનાથ ભગવાનની કાયોત્સર્ગ મુદ્રાની પ્રતિમા દર્શન કરવા જેવી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો