પૃષ્ઠો

સોમવાર, 2 સપ્ટેમ્બર, 2013

ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમની કામગીરી બાબત

ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમની કામગીરી બાબત



ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંગીતાસીગ ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ અન્વયે રાજકોટ જીલ્લાની પ્રાથમિક શાળાઓની મુલાકાતે તા:૧૦-૦૮-૨૦૧૩ ના રોજ આવેલ હતા તેઓએ શાળાની મુલાકાત લીધા પછી ઉપરોક્ત પરિપત્ર થયેલ છે. તેમાં દર્શાવેલ માહિતી મુજબની કામગીરી નબળી જોવા મળેલ હતી.
  • દરેક શાળાને સંકલિત ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ અન્વયે એસ.એસ.એ. મારફત રૂ. ૫૦૦ ની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે.
  • તા:૦૩-૦૮-૨૦૧૩ ની એક દિવસીય શિક્ષક તાલીમ દરમિયાન સંકલિત ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ અન્વયે વિડિઓ કોન્ફરન્સ મારફત માર્ગદર્શન આપવામાં આવેલ છે. 
  • તા: ૧૭-૦૭-૨૦૧૩ ના શિક્ષણ વિભાગના પરિપત્રથી સંકલિત ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ અન્વયે વિસ્તૃત  માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ છે.
  • તા:૦૧-૦૮-૨૦૧૩ ની સ્થિતિએ શિક્ષક દ્વારા સ્વ-મૂલ્યાંકન. 
  • તા:૩૧-૦૮-૨૦૧૩ ની સ્થિતિએ શિક્ષક દ્વારા મૂલ્યાંકન. (પ્રોગ્રેસીવ રીપોર્ટ )
  • તા:૩૦ -૦૯-૨૦૧૩ ની સ્થિતિએ શિક્ષક દ્વારા આખરી મૂલ્યાંકન. (પ્રોગ્રેસીવ રીપોર્ટ )
  • ધોરણ ૨ થી ૫ માં ૦ થી ૪ ગુણ મેળવેલ બાળકોને અલગ તારવી અલગ પત્રકમાં નામ લખવના છે.
  • ધોરણ ૬  થી ૮  માં ૦ થી ૬  ગુણ મેળવેલ બાળકોને અલગ તારવી અલગ પત્રકમાં નામ લખવના છે.
  • શાળા કક્ષાએ તા:૦૧-૦૮-૨૦૧૩, તા:૩૧-૦૮-૨૦૧૩ અને તા:૩૦-૦૯-૨૦૧૩ ની સ્થિતિએ તારીજ તૈયાર કરી એક નકલ સી.આર.સી. કક્ષાએ અને એક નકલ શાળાની ફાઈલે રાખવાની છે.
  • સંકલિત ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમની અલગ ફાઈલ તૈયાર કરવાની છે.
  • દરેક જીલ્લાની આગવી પદ્ધતિ મુજબ આયોજન કરી કામગીરી કરવાની સુચના આપવામાં આવેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો