મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો,૧૯૪૯
Welcome to my blog ,here you can share new invention knowledge and many more about education
રવિવાર, 29 સપ્ટેમ્બર, 2013
શુક્રવાર, 27 સપ્ટેમ્બર, 2013
કનકાઈ-ગીર
કનકાઈ-ગીર
શકિતપુજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શકિત એટલે બળ. સમસ્ત લોકની શ્રધ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શકિત પર અવલંબિત હોય છે. ગિરમાં આવેલું આ શ્રી કનકાઈ માતાજી નુ મંદીર શકિતપુજાનું એક ભાતીગળ અને નોંધપાત્ર સ્થળ છે. જયારે શીંગવડો સેંજલ નદીઓ વહેતી હોય, ચારે બાજુના ડુંગરા લીલી હરિયાળીથી ઓપતા હોય અને મોરલા ગળાનાં કટકા કરી કરીને “મલાર” આરાધતા હોય ત્યારે વનરાજીની વચ્ચેનાં આ ધર્મસ્થાને આવેલ યાત્રાળુ ઘડીભર તો સંસારની ઉપાધિઓ જરૂર ભુલી જાય છે.
મા કનકાઈ અઢાર વરણ ની કુળદેવી છે જેમા ખાસ કરીને ઉનેવાળ બ્રાહ્મણ, વૈંશ સુથાર જ્ઞાતિ માં પઢીયાર તથા વાઢીયા અને હાલાઇ લૉહાણા વગેરે જ્ઞાતિઓ નો સમાવેશ થાય છે.
મંદીરનું સ્થળ
શ્રી કનકાઈ માતાજીનું આ મંદીર એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં જુનાગઢ જિલ્લામાં મધ્યગિરમાં આવેલું છે. જે તુલસીશ્યામથી આશરે ૨૨ કિલોમીટર દુર જંગલ માર્ગે આવેલું છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે. આમ કનકાઈથી સાસણ ૨૪, વિસાવદર ૩૨, અને અમરેલી ૭૫ કિલોમીટર દુર આવેલ છે. વરસાદની ઋતુમાં વાહનવ્યવહાર નહિવત થઇ જાય છે. તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવુ પડે છે કારણકે જંગલખાતાની ચેક પોસ્ટથી સાંજનાં ૭ વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે. તેમજ સાસણગિરમાં સિંહોની વસ્તી હોવાથી જંગલમાં હિંસક પ્રાણીઓનો ભય હોવાથી સલામતી જાળવવી પડે છે.
ઈતિહાસ

માં કનકાઈનો જે ઈતિહાસ લોકકંઠે ગવાય છે તે મુજબ ઈસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાનાં પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઇ ગયો. તેણે ક્નકાઈ (કનકાવતી) નગરીની સ્થાપના કરી હતી. માં કનકાઈને આ નગરીના અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યા હતાં.

માં કનકાઈનો જે ઈતિહાસ લોકકંઠે ગવાય છે તે મુજબ ઈસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાનાં પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઇ ગયો. તેણે ક્નકાઈ (કનકાવતી) નગરીની સ્થાપના કરી હતી. માં કનકાઈને આ નગરીના અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યા હતાં.
બીજી એક લોકવાયકા એવી પણ છે કે, વળાના મૈત્રક વંશનાં મુળ પુરુષ કનકસેન અયોધ્યાનાં સુર્યવંશી રાજવી હતાં. તેણે સૌરાષ્ટ્રમાં વીરનગરમાં આવીને પરમાર રાજાને હરાવ્યો હતો. અને વંશજ વિજયસેને વિજયપુર (ધોળકા) વસાવ્યું. વિજયસેનનાં વંશજ ભટ્ટાર્કે વલભીપુરની સ્થાપના કરી. અને કનકસેને મધ્યગિરમાં આવીને કનકાવતી નગરી વસાવી. આથી તેને શહેરના અધિષ્ઠાત્રી દેવી તરીકે માં કનકાઈની સ્થાપના કરી હતી.
જીર્ણોધારનો ઈતિહાસ
શ્રી કનકાઈ મંદીરની જે તે સમયે સ્થાપના થયા પછી કાળબળની થપાટે જીર્ણ થયેલાં આ મંદીરને ઘણા બધા સમયના વ્હાણા વિતી ગયા. આ કનકાઈ મંદીરનો સૌપ્રથમ જીર્ણોધાર સંવત ૧૮૬૪ માં કરવામાં આવ્યો હતો. આ જીર્ણોધાર કોણે કરાવ્યો તેની ખાસ કાંઈ માહિતી નથી. ત્યાર બાદ લગભગ ૧૪૨ વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો. લોકોમાં વધારે જાગૃતિ આવી અને ફરીથી આ મંદીરનો જીર્ણોધાર કરવા માટે વિક્રમ સંવત ૨૦૦૬માં એક સમિતિ ની રચના કરવામાં આવી. ત્યાર બાદ આ સમિતિએ જરૂરી ખર્ચની રકમ ભેગી કરી મંદીરનું કામ ચાલુ કર્યુ. અને સંવત ૨૦૦૮ એટલે કે તારીખ ૦૩/૦૩/૧૯૫૨ ને દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મુર્તિ જુના મંદીરમા હતી તે જ મુર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
દેવસ્થાનો
શિખરબંધ મુખ્ય મંદીરમાં શ્રી કનકેશ્ર્વરી માતાજી બિરાજમાન છે. તેમજ આ સ્થાનકમાં શિવ, ગણેશ અને હનુમાનનાં મંદીરો પણ આવેલા છે. મંદીરની બરાબર નીચે શીગવડો નદી વહે છે. માતાજીના મંદીર પાછળ ભુદરજીનું મંદીર છે. તેની બાજુમાં પાંચેક પાળીયા ઉભા છે. આમ આ સ્થાનકનાં કનકેશ્વરી માતાજીને ઉનેવાળ બ્રાહ્મણ, આહિર, દરબાર અને મહારાષ્ટ્રનાં કીર્તિકર બ્રાહ્મણો કુળદેવી તરીકે પુજે છે. પ્રભાસક્ષેત્રનાં કેટલાક પુરોહિતો પણ કનકાઈ માતાજીને કુળદેવી તરીકે પુજે છે. કનકાઈ માતાજીના અન્ય મંદીરો અમરેલી જિલ્લામાં ચાવંડ, મહુવા પાસે તરેડ, સુત્રાપાડા પાસે વડોદર અને ભરૂચ પાસે શુકલતીર્થ માં આવેલા છે. આ કનકાઈ મંદીરમાં ચૈત્ર માસની નવરાત્રીનો તહેવાર ધામ ધુમથી ઉજવવામાં આવે છે. તેમજ પાંચમ થી આઠમ સુધીમાં ઘણા ભક્તો દર્શને આવે છે.
ધર્મશાળાઓ
આ સ્થાનકમાં મંદીરોની ઉપરના ભાગમાં મોટું મેદાન આવેલુ છે. તેમાં બે બાજુ ફરતી ધર્મશાળાઓ બાંધવામા આવેલ છે. ઘણા સમય પહેલા આ મંદીરની જાળવણી માટે ટ્રસ્ટ્રની રચના કરવામા આવેલી છે. જેના પ્રયત્નોથી મદીરમાં રાત્રિ રોકાણ માટે રહેવાની સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સ્થળના દર્શને આવેલ યાત્રિકોને સાંજના ૬ વાગ્યા પછી હિંસક પ્રાણીઓનાં ડરથી જગ્યામાં રોકી દેવામાં આવે છે. આમ આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપુર છે જેથી કુદરતનાં ખોળે આળોટવા એક વખત દર્શને આવવું જોઈએ.
ગુરુવાર, 26 સપ્ટેમ્બર, 2013
ત્રિભાષી વહીવટી શબ્દકોશ (અંગ્રેજી-ગુજરાતી-હિન્દી)
ત્રિભાષી વહીવટી શબ્દકોશ (અંગ્રેજી-ગુજરાતી-હિન્દી)
કુલ પાના – ૭૨૨ કિંમત રૂપિયા – ૧૨૫
પ્રકાશક : ભાષા નિયામકની કચેરી, ગાંધીનગર
વિના મૂલ્યે આપ અહીંથી ડાઉનલોડ કરી શકો છો.
ડાઉનલોડ કરો
મહાકાળીનો પાવાગઢ

પાવાગઢ ગુજરાતનું ત્રીજું મહત્વનું શક્તિતીર્થ છે. જેટલું ધાર્મિક તેટલું જ ઐતિહાસિક તેમજ અર્વાચીન સમયમાં પર્યટન-સ્થળ પણ ખરું. પાવાગઢના મહાકાળીના માતાના ગરબા નવરાત્રિમાં ઘેર ઘેર ગવાય. ગઢની આટલી ઊંચાઈએ દુધિયું તળાવ અને માતાજીનું સ્થાનક નયનરમ્ય છે.
પાવાગઢનો ઇતિહાસ પતાઈ રાવળ સાથે સંકળાયેલો છે. પાવાગઢની તળેટીમાં ચાંપાનેર. કહેવાય છે કે, વનરાજ ચાવડાએ મહામંત્રી ચાંપાની સ્મૃતિરૂપે આ નગર વસાવેલું. રાવળકુળનું પતાઈ કુટુંબ ત્યાં રાજ કરે ને સરહદ સાચવે. લોકકથા કહે છે કે, પાવાગઢ પર જેનું થાનક છે તે મહાકાળી નારીરૂપ લઈને નવરાત્રિમાં ગરબે રમવા ઊતર્યાં. છેલ્લા પતાઈ જયસિંહે તેમના પર કૃર્દષ્ટિ કરી ને દેવીએ તેને શાપ દીધો. પરિણામે થોડા જ સમયમાં ગુજરાતના-અમદાવાદના બાદશાહ મહંમદ બેગડાએ પાવાગઢ પર ચઢાઈ કરીને ગઢ જીતી લીધો. પતાઈ હાર્યો-મરાયો. બેગડાએ રાજધાની અમદાવાદથી ચાંપાનેર ખસેડી.
મનવાંછિત ઉચ્ચપદની પ્રાપ્તિ માટેનું ઉત્તમ સ્થાન પાવાગઢ છે. મંત્ર, તંત્ર, જાપ અનુષ્ઠાન દ્વારા પૂર્ણ મનોકામનાની અનુભૂતિ કરનારું અનેક સંત મહંત વિવિધ ટૂંક પર, ગિરિ કંદરાઓમાં સ્થાન મેળવી સિદ્ધિ પ્રાપ્તિના ઉચ્ચતમ માર્ગે આગળ વધી રહ્યા છે.
જગત જનની મા કાલિકા ભવાનીનું આ પવિત્ર સ્થાન શ્રદ્ધાળું ભક્તોની મનોકામના પૂર્ણ કરવા જાણીતું છે. માનવ જીવનમાં કોઈ પણ પ્રકારની સિદ્ધિ માટે તેમજ ઝડપી સફળતા પ્રાપ્ત કરવા શ્રી કાલી મંત્રને શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. દર વર્ષે લાખો યાત્રિકો આ પવિત્ર સ્થળની મુલાકાત લે છે.
શક્તિપીઠ હોવાના કારણે મંદિરમાં મુખ્ય સ્થાને ગોખ પ્રસ્થાપિત કરાયો છે. મૂર્તિ નહીં. અને કાલિકા યંત્રની પૂજા અર્ચના થાય છે. ગોખ મધ્યસ્થાને પ્રસ્થાપિત કરાયો છે. તેની જમણી બાજુએ શ્રી કાલીકા દેવી સ્વયં મૂર્તિ સ્વરૂપે, ડાબી બાજુએ શ્રી બહુચરાજી માતાજીની આંગી અને ડાબે મહાલક્ષ્મી માતાજીની મૂર્તિ છે.
જૈનધર્મના અનુયાયીઓ માટે પાવાગઢનો આ રમણીય, દર્શનીય પર્વત અતિ પવિત્ર તીર્થધામ એટલે કે ‘સિદ્ધક્ષેત્ર‘ તીર્થ તરીકે પૂજાય છે. જે જે પવિત્ર સ્થળોએ તીર્થંકર ભગવાન, મુનિ મહારાજ, મહાન આચાર્યો, ઉપાધ્યાયો કે ગણધર નિર્વાણ-મોક્ષનીગતિને પામ્યા તે સૌ સ્થળ અતિ પવિત્ર તીર્થધામ બનવા પામ્યાં છે. આ સિદ્ધક્ષેત્ર તીર્થની મહત્તા ધારણ કરીને અતિ મહત્વના તીર્થક્ષેત્રો તરીકે પૂજાવા લાગ્યા. શ્રી દિગંબર જૈન સંપ્રદાયના કુલ 9 પવિત્ર મંદિરો આ સિદ્ધક્ષેત્રમાં નિર્માણ થયેલા છે. જેમાંના સાત મંદિર પહાડની સૌથી ઊંચી મૌલિયા ટુંક દુધિયા સરોવર અને છાસિયા તળાવ તથા ટકોરખાના નગારખાનાવાળી સાંકડી મેદાની ટૂંક પર નિર્માણ પામ્યા છે. આ મંદિરોમાંથી ત્રણ મંદિર દુધિયા સરોવરના કિનારે છે. 7મા તીર્થંકર પ્રભુ 1008 શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું દિગંબર જૈન મંદિર જે પાવાગઢનું સૌથી વિશાળ અને પ્રાચીન મંદિર છે. જેમાં મૂળ નાયક તરીકે સાતમા તીર્થંકર 1008 શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની અલૌકિક પ્રતિમા પૂર્વાભિમુખ દિશામાં બિરાજમાન છે. મૂળ બાવન જિનાલયને બાંધણીનો આકાર ધરાવતું સેંકડો વર્ષ પુરાણું આ મંદિર અનેક વખત જીર્ણોદ્ધાર પામીને વર્તમાન સ્થિતિમાં દુધિયા તળાવ કિનારે ઊભું? છે.
લવકુશના ચરણ પાદુકાનું દિગંબર જૈન મંદિર દહેરી જે ભગવાન રામચંદ્રજીના રાજકુમારો લવ અને કુશ યાને અનંગલવણ અને મદનકુશ દીક્ષાગ્રહણ કરીને આ સ્થળે મોક્ષ ગતિને પામ્યા હોઈ તેમની ચરણ પાદુકાઓને આ નાનકડા મંદિર (દહેરી)માં સ્થાપિત કરવામાં આવી છે.
પ્રમુખ શક્તિપીઠ
પ્રજાપતિ દક્ષ રાજાએ યોજેલા મહાયજ્ઞમાં બ્રહ્માંડના અનેક દેવતાઓને આમંત્રણ હતું પરંતુ પૂર્વગ્રહના કારણે પુત્રી સતિ તેમજ જમાઈ દેવાધિદેવ શિવજીને આમંત્રણ ના પાઠવતાં સતીજી કોપાયમાન થયાં. પિતૃગૃહે અનાદર થતાં સતીએ દેહ યજ્ઞવેદીમાં હોમી દીધો. ભયંકર હાહાકાર મચ્યો. કોપિત શિવજીએ સતીદેવીના નશ્વર દેહને યજ્ઞવેદીમાંથી ઉપાડી તાંડવ નૃત્ય સહારે પરિભ્રમણ આરંભ્યું. નાશ થવાના ડરે દેવતાઓ વિષ્ણુની પાસે ગયા. તેઓએ સુદર્શન ચક્ર વડે સતીના નશ્વર દેહને અનેક ટુકડાઓમાં વિભાજિત કરતાં પૃથ્વીના જે સ્થાન પર પડ્યા તે તમામ મહાન શક્તિપીઠ તરીકે ખ્યાતિ પામ્યા. ભારતની બાવન અગ્રણી શક્તિપીઠોમાં પાવાગઢ પ્રમુખ શક્તિપીઠ છે. સતીના જમણા પગની આંગળી આ પવિત્ર સ્થાન પર પડી હતી.
પાટણ અને અમદાવાદ સાથે જેને ગુજરાતની થોડો સમય પણ રાજધાની બનવાનું સદ્દભાગ્ય મળ્યું હતું તે ચાંપાનેર મહંમદ બેગડાના સમયની રાજધાની હતું. અહીં અનેક ઐતિહાસિક હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યો છે. પાવાગઢ ડુંગરની તળેટી છે.
FIX PAY CASE NEXT DATE IS 1-10-2013
SLP (Civil)
14124-14125 /2012
Case History & Order(s)
STATUS
PENDING
Cause Title
STATE OF GUJARAT &
ORS.
Vs.
SHREE YOGKSHEM FNDN.
FOR HUMAN DIGNITY
Advocate Details
Pet. Adv.
MR. E.C. AGRAWALA
Res. Adv.
MR. ANIL KUMAR MISHRA-I
Subject Category
LETTER PETITION & PIL
MATTER - SLPs FILED AGAINST
JUDGMENTS/ORDERS PASSED
BY THE HIGH COURTS IN WRIT
PETITIONS FILED AS PIL
Listing Details
Next Date of Listing
01/10/2013
14124-14125 /2012
Case History & Order(s)
STATUS
PENDING
Cause Title
STATE OF GUJARAT &
ORS.
Vs.
SHREE YOGKSHEM FNDN.
FOR HUMAN DIGNITY
Advocate Details
Pet. Adv.
MR. E.C. AGRAWALA
Res. Adv.
MR. ANIL KUMAR MISHRA-I
Subject Category
LETTER PETITION & PIL
MATTER - SLPs FILED AGAINST
JUDGMENTS/ORDERS PASSED
BY THE HIGH COURTS IN WRIT
PETITIONS FILED AS PIL
Listing Details
Next Date of Listing
01/10/2013
7th Pay Commission Projected Pay Scale
7th Pay Commission Projected Pay Scale
કેન્દ્ર સરકારના કર્મચારીઓને માટે એક મોટી ખુશખબર છે. બુધવારે કેન્દ્ર સરકારે કર્મચારીઓને માટે સાતમા પગારપંચની જાહેરાત કરી છે. આ પગાર પંચની રચના થવાથી અને તેમની ભલામણોના લાગૂ થયા પછી કેન્દ્રીય કર્મચારીઓનું વેતન પહેલાના પ્રમાણે વધુ સારું થશે.
કેન્દ્ર સરકારની આ જાહેરાત આગામી લોકસભાની ચૂંટણીમાં લાભ લેવાના કારણોસર કરવામાં આવી હોવાનું મનાય છે. ઉલ્લેખનીય છે કે છઠ્ઠા પગારપંચની ભલામણો 1 જાન્યુઆરી 2006થી લાગુ થઈ હતી.
Source : GGn news
સાતમા પગારપંચના ગઠનને મંજૂરી, સરકારી કર્મચારીઓને લ્હાણી
કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે સાતમા પગાર પંચના ગઠનને મંજૂરી આપી દીધી છે. પગાર પંચની ભલામણોને પહેલી જાન્યુઆરી 2016થી લાગૂ કરવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને સરકારી કર્મચારીઓના મત મેળવવાની કવાયત તરીકે જોવામાં આવે છે.
નાણાપ્રધાન પી. ચિદમ્બરમ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, વડાપ્રધાને તેના ગઠનને મંજૂરી આપી દીધી છે. પગાર પંચને ભલામણો કરવા માટે સરરાશ બે વર્ષ જેટલો સમય થતો હોય છે.
નિવેદનમાં કહેવાયું છેકે, તમામ પક્ષો સાથે ચર્ચા કરીને પગાર પંચના અધ્યક્ષ અને તેના સભ્યોના નામોની જાહેરાત કરાશે. . છઠ્ઠા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી 2006થી લાગૂ કરવામાં આવી હતી. કોગ્રેસના મીડિયા સેલના વડા અજય માકને આ જાહેરાતનું સ્વાગત કર્યું હતું. તેમણે યાદ અપાવ્યું હતું કે, વર્ષ 2003માં ભાજપે છઠ્ઠા પગાર પંચની રચનાને મંજૂરી આપવા માટે ગલ્લાતલ્લા કર્યા હતા.
ભાજપના નેતા રાજીવ પ્રતાપ રુડ્ડીએ આરોપ મુક્યો હતો કે, કેન્દ્રની યુપીએ સરકાર સત્તા ટકાવી રાખવા માટે આ પ્રકારના નિર્ણયો લઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્યાન્ન સુરક્ષા સ્કીમ અને ખેડૂતો માટે જમીન અધિગ્રહણ બીલ પસાર કરાવવામાં આવ્યા હતા. તેને પણ વોટબેન્ક ટકાવી રાખવાની કવાયત તરીકે જોવામાં આવે છે.
Source : Divya bhaskar
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સરકારે જાહેર કર્યુ સાતમું પગારપંચ
ચૂંટણી નજીક આવતાંની સાથે જ સરકારે લોકોને આકર્ષવા માટે સાતમા પગારપંચ નીમવાની જાહેરાત આજે કરી છે. જેમાં પગાર, પેન્શન અને વિવિધ ભથ્થાઓનો સમાવેશ થશે. આ જાહેરાતને કારણે 80 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળશે. આ પગારપંચની ભલામણોનો લાભ 1 જાન્યુઆરી, 2016થી નોકરીયાત વર્ગને મળશે.
આ પગારપંચની ભલામણનો લાભ કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ જેમ કે સંરક્ષણ મંત્રાલય, રેલ્વે તેમજ 30 લાખ પેન્શનરોને મળશે. આ જાહેરાત આગામી પાંચ રાજ્યોની ચૂંટણી અને આવનારા વર્ષમા આવતી લોકસભા ચૂંટણી પહેલા કરવામા આવી છે.
સરકાર દર દસ વર્ષે પગારપંચની નિમણૂંક પોતાના કર્મચારીઓ માટે કરે છે અને ઘણી વાર રાજ્યો કેન્દ્ર સરકારના પગારપંચને સ્વીકારે છે. સાતમું પગારપંચ 1 જાન્યુઆરી, 2016ને દિવસે અમલમા આવશે. છઠ્ઠું પગારપંચ 1 જાન્યુઆરી, 2006ના દિવસે અમલમાં આવ્યું હતું અને પાંચમું પગારપંચ 1 જાન્યુઆરી, 1996 અને ચોથું 1 જાન્યુઆરી, 1986ના દિવસે અમલમાં આવ્યું હતું.
આ પગારપંચના પ્રમુખ અને તેના સભ્યોના નામ ટુંક સમયમાં જાહેર થશે.
શનિવાર, 14 સપ્ટેમ્બર, 2013
આપણી વાણી, વર્તન અને વ્યહવાર કેવા હોવા જોઈએ.
- આપણી વાણી બીજાને ગમે તેવી રાખશું તો હું પોતે જ મને ગમવા લાગીશ. જે મને ગમશે તે બીજાને ગમશે જ.
- આપણું વર્તન અન્યને પ્રેરણા પૂરું પડે તેવું હોવું જોઈએ.
- મારો વ્યહવાર પણ મને ગમશે તો અન્યને પણ ગમશે જ.
- મને મારા પદ અને હોદ્દાનું અભિમાન નહિ પરંતુ સ્વાભિમાન હોવું ઘટે.
- મારે મારી લાયકાત કામ કરીને સાબિત કરવાની છે. નહિ કે બોલીને, તમારા કામને બોલવા દો. લોકો મુર્ખ નથી તે બધું જુએ છે, સમજે છે અને સમજીને તેનું અર્થઘટન કરી શકે છે.
- વિચારોનું મહત્વ ઘણું છે. તેથી તમારા મનમાં ચાલતા વિચારોની તપાસ કરતા રહો.
- મનમાં સરળતાથી ખરાબ વિચારો પ્રવેશી જાય છે. તેનાથી સાવધ રહો.
- આત્માના અવાજને અનુસરો.
- માનસિક શક્તિનો સંગ્રહ કરો ગમે તેમ વેડફી ન નાખો.
હુલામણું નામ : બાબાસાહેબ
નાગરીકતા : ભારતીય
અભ્યાસ : એમ.એ. , એમ.એસ.સી, પી.એચ.ડી, ડી.એસ.સી,એલ.એલ.ડી , ડી.લીટ ,બાર એટ.લો , જે.પી.
વ્યવસાય : ભારતના પ્રથમ કાયદા પ્રધાન
વતન : અંબાવાડે, રત્નાગિરી, મહારાષ્ટ્ર
ખિતાબ : ભારત રત્ન (૧૯૯૦ - મરણોપરાંત)
ભારતરત્ન ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં મહુ, મધ્ય પ્રદેશ(તે સમયના સેન્ટ્રલ પ્રોવિન્સ) મુકામે એક સામાન્ય મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા. ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ભીમરાવ ૬ વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું.
શિક્ષણ
ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ. ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી. શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના લીધે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફીન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી. મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન "રામી" નામની બાળા સાથે થયા. જેનું નામ ભીમરાવે પાછળથી "રમાબાઈ" રાખ્યું. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફીન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી.સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. વડોદરામાં યુવાન ભીમરાવને ખુબ જ હેરાન થવું પડ્યું .આ સમયે તા. ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ભીમરાવના પિતા રામજી સક્પાલનું અવસાન થયું. ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાનું મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભિમરાવને ખુબજ દુ:ખ થયુ.આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે, અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. આમ સને ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં ભારતનો એક વિદ્યાર્થી વિદ્યાના ગહન શિખરો શર કરવા ન્યુયોર્ક પહોચી ગયો. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પી.એચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી દીધો, અને સર્વોચ્ચ એવી પી.એચ.ડી.ની ડીગ્રી મેળવવા ભાગ્યશાળી બન્યા. આમ આંબેડકર હવે ડૉ. આંબેડકર બની ગયા.
હજુ એમની જ્ઞાન માટેની ભુખ સંતોષાયેલી નહોતી. સને ૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું . ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ મુશ્કેલીઓ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા નહિ, ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાઈ લીધી.
ડૉ.આંબેડકર હિંમત હારી જાય તેવા પોચા નહોતા. તેમના પ્રયત્નોને સફળતા મળી ૧૯૧૮માં, મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. આર્થીક ભીંસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ.આંબેડકર ઇંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો. ડૉ.આંબેડકરની ઇંગ્લેન્ડની સફર પહેલા તેમના પત્ની રમાબાઈએ ૧૯૨૦માં એક બાળકને જન્મ આપ્યો. જેનું નામ યશવંત રાખવામાં આવ્યું, બીજા બે સંતાનો થયા પરંતુ તે જીવી શક્યા નહિ. ૧૯૨૩માં ડૉ.આંબેડકર બેરિસ્ટર થયા. આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ "રૂપિયાનો પ્રશ્ન" એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ "ડૉક્ટર ઓફ સાયન્સ"ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ.આંબેડકર જર્મની ગયા, અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો.પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું.
જુન ૧૯૨૮ માં ડૉ.આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા.તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાજ પ્રિય થયા .આ સમયે "સાયમન કમિશન" ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી.તા.૩ ઓગસ્ટ ૧૯૨૮ માં સરકારે ડૉ.આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા.મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ.આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો.તા.૨૩ ઓક્ટોબર ૧૯૨૮ મા ડૉ.આંબેડકર "સાયમન કમિશન" સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી.મજુર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા,અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણાજ પ્રયત્નો કર્યા. ડૉ.આંબેડકર નું નામ હવે દેશભરમાં જાણીતું થઇ ગયું હતું.
પ્રથમ ગોળમેજી પરિષદમાં
ભારતના ઇતિહાસમાં અન્ય અગત્યની સાલોની માફક ૧૯૩૦ ની સાલ ઘણીજ અગત્યની છે. ૧૯૩૦ માં સાયમન કમિશન નો રીપોર્ટ બહાર પડ્યો અને બ્રિટીશ સરકાર અને ભારતના રાજકીય નેતાઓની વચ્ચેની લડતની શરૂઆત થઇ પ્રાંતીય સ્વાયત્તા પ્રતિ દેશ આગળ વધે એવા ચિન્હો જણાતા હતા.ધારાસભ્યોમાં બેઠકોની ફાળવણી બાબતમાં કોંગ્રેસ પક્ષ ,મુસ્લિમ લીગ અને ડૉ.આંબેડકર વચ્ચે મતભેદ રહ્યા અને એકમતી સધાય શકી નહિ .આ મડાગાંઠનો તોડ લાવવા બ્રિટીશ સરકારે લંડનમાં બધા જ પક્ષોના નેતાઓની એક ગોળમેજી પરિષદ બોલાવી.તા ૬ ડીસેમ્બર ૧૯૩૦ માં ભારતના વાઈસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ડૉ.આંબેડકરને આમંત્રણ મળ્યું.આ પરિષદમાં ડૉ.આંબેડકરે ભારતના અછૂતોના પ્રશ્નોની વિશદ(ઉંડાણપુર્વક) અને તલસ્પર્શી રજૂઆત કરી તેમને ખાસ કરીને અછૂતોના રાજકીય અને સામાજિક હક્કો માટે બ્રિટીશ સરકાર પાસે બાહેધરી માંગી .ડૉ.આંબેડકરની રજુઆતે પરિષદના પ્રતિનિધિઓ ઉપર.ઊંડી અસર કરી ડૉ.આંબેડકર એક બાહોશ અને નીડર વક્તા હતા .ડૉ.આંબેડકર તેઓ કડવું પણ સત્ય બોલતા. ડૉ.આંબેડકર ભારત પાછા ફર્યા અને તેમના કાર્યમાં મશગુલ બની ગયા.
ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત
તા.૧૪ મી ઓગસ્ટ ૧૯૩૧ માં ડૉ.આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત થઇ.તા. ૭ મી સપ્ટેમ્બર ૧૯૩૧ માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ મળી અને એમાં ડૉ.આંબેડકર અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા .ડૉ.આંબેડકરે અછૂતોના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી.ડૉ.આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં દલીલો થઇ અને છેવટે ઉગ્ર મતભેદ થયા.ગાંધીજી મુસ્લિમો સાથે એકમત સાધવામાં નિષ્ફળ ગયા ડૉ.આંબેડકર પણ તેમની માંગણીઓમાં મક્કમ રહ્યા.બીજી ગોળમેજી પરિષદ ભાંગી પડી.બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીનો વિરોધ કરવાથી અને તેમની અલગ મતાધિકારની માંગણીના લીધે ડૉ.આંબેડકર ઘણાજ અપ્રિય થયા .સમાચારપત્રોએ ડૉ.આંબેડકર ઉપર ટીકાઓની ઝડી વરસાવી અને કોંગ્રેસના નેતાઓએ તેમના કૃત્યને વખોડી કાઢ્યું.આમ છતાં ડૉ.આંબેડકર ભારતના અછૂતોના પ્રશ્નો સફળ અને સાચી રીતે રજુ કરવામાં શક્તિમાન થયા.લંડન થી પાછા આવ્યા પછી ડૉ.આંબેડકર દેશના જુદા જુદા ભાગોમાં જ્યાં જઈ શક્યા ત્યાં ગયા અને દલિતોની અશંખ્ય મીટીંગો અને પરિષદોનું આયોજન કરીને અને અછૂત-સમાજને જાગૃત કર્યો.
લોકનેતા
તા . ૧૪ મી ઓગસ્ટ ૧૯૩૨ મા બ્રિટીશ વડાપ્રધાને " કોમ્યુનલ એવોર્ડ " ની જાહેરાત કરી. એમાં ડૉ.આંબેડકરની માંગણીઓને ન્યાય આપવામાં આવ્યો હતો.જે ડૉ આંબેડકરની સફળતા હતી. આ એવોર્ડના વિરોધમાં ગાંધીજીએ તા. ૨૦મી સપ્ટેમ્બરે પુના જેલમાં આમરણાંત ઉપવાસ શરુ કર્યા. આખાયે દેશનું ધ્યાન ડૉ.આંબેડકર ઉપર કેન્દ્રિત થયું. ગાંધીજીનું જીવન ભયમાં હતું. દેશના નેતાઓ વચ્ચે મંત્રણાઓ થઈ. ડૉ. આંબેડકરની ગાંધીજી સાથે મુલાકાત થઇ ગાંધીજી. હિંદુ નેતાઓ અને ડૉ. આંબેડકર છેવટે તા. ૨૪ સપ્ટેંબર ૧૯૩૨ માં 'પુના કરાર ' થયા, અને સમાધાન થયું. ગાંધીજીએ તા. ૨૬ સપ્ટેમ્બરે ઉપવાસના પારણા કર્યા. ત્રીજી અને છેલ્લી ગોળમેજી પરિષદ તા. ૧૭ નવેમ્બર ૧૯૩૨ માં મળી. ડૉ. આંબેડકર હવે રાજકારણના સારા એવા અનુભવી થઇ ગયા હતા.ડૉ. આંબેડકર ને પ્રથમથી જ પ્રખ્યાત પુસ્તકો વાંચવાનો અને સંગ્રહ કરવાનો શોખ હતો. ડૉ. આંબેડકરે ,દાદર ,મુંબઈ માં રહેવા માટે અને ઘણા પુસ્તકોની વિશાળ પ્રાઇવેટ લાઈબ્રેરી ઉભી કરવા 'રાજગૃહ' નામનું સુંદર મકાન બંધાવ્યું. ડૉ. આંબેડકર હવે લોકનેતા બની ગયા હતા. તેઓ હંમેશા પ્રવૃતિમય રહેતા હતા. દલિત સમાજના કાયૉના કારણે તેઓ તેમની પત્ની તેમજ પુત્ર ઉપર ખાસ ધ્યાન રાખી શકતા નહિ.તા.૧ જુન ૧૯૩૫ માં મુંબઈની સરકારે ડૉ. આંબેડકરની નિમણુક સરકારી લો કોલેજ મુંબઈ ના પ્રિન્સીપાલ તરીકે કરી. અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા છતાં ડૉ. આંબેડકરે પ્રિન્સીપાલ તરીકેની ફરજો સફળ રીતે બજાવી.ઓગસ્ટ ૧૯૩૬ માં ડૉ. આંબેડકરે ઈન્ડીપેનડન્ટ લેબર પાર્ટી (સ્વતંત્ર મજુર પક્ષ) ની સ્થાપના કરી. ૧૯૩૭ની ચુંટણીમાં ડૉ. આંબેડકર ધારાસભામાં ચુંટાઈ આવ્યા. અને ત્યાં તેમને પ્રભુત્વ જમાવ્યું. ઓક્ટોબર ૧૯૩૯ માં નહેરુની ડૉ. આંબેડકર સાથે પ્રથમ મુલાકાત થઇ. ૧૯૪૦ માં ડૉ. આંબેડકર નું પુસ્તક "પાકિસ્તાન ઉપર વિચારો" પ્રકાશિત થયું. જુલાઈ ૧૯૪૧ માં ડૉ. આંબેડકર ભારતના વાઇસરોયની એક્ઝીક્યુટીવ કાઉન્સીલમાં પ્રતિનિધિ નિમાયા.ડૉ.આંબેડકરે સ્વબળે અને સમાજના ટેકા સાથે ઉચ્ચ હોદાઓ મેળવવા ચાલુ રાખ્યા. તા.૧૪ મી એપ્રિલ ૧૯૪૨ માં અખિલ ભારતીય ધોરણે દલિત સમાજે ડૉ. આંબેડકરની ૫૦મિ વર્ષગાંઠની ઉજવણી કરી અને તેમને અભિનંદન અને આશીર્વાદ આપ્યા. તા. ૨૦ જુલાઈ ૧૯૪૨ માં ડૉ. આંબેડકરે ભારતના વાઇસરોયની કેબીનેટ માં લેબર મેમ્બર તરીકે નો ચાર્જ સંભાળી લીધો. સરકારના લેબર મેમ્બર તરીકે તેમણે "પીપલ્સ એજ્યુકેશન સોસાયટી" ના નેજા હેઠળ મુંબઈમાં સિદ્ધાર્થ કોલેજની શરૂઆત કરી. આમ ડૉ. આંબેડકરે જીવનના વિવિધ ક્ષેત્રો માં તેમનો નમ્ર ફાળો આપવા કોશિષ કરી. વળી ડૉ. આંબેડકરે "શુદ્રો કોણ હતા? "નામનું પુસ્તક લખ્યું અને તે પ્રકાશિત કરાવ્યું.
બૌદ્ધ ધર્મ અંગીકાર
ડૉ આંબેડકરે વિશ્વના મહાન ધર્મો નો ઊંડો અભ્યાસ કર્યો હતો ત્યાર બાદ તેમને 'બુદ્ધ અને તેમનો ધમ્મ' પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું .તેઓની ભૂતકાળની પ્રતિજ્ઞા 'હું હિંદુ ધર્મમાં જનમ્યો એ મારા હાથ ની વાત નહોતી પણ હું હિંદુ ધર્મમાં રહી ને મરીશ નહિ તે પ્રમાણે તા.૧૪ ઓક્ટોબર ૧૯૫૬ માં ડૉ.આંબેડકર નાગપુર દીક્ષાભૂમિ માં ૩,૮૦૦૦૦ દલિતો સાથે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો.દુનિયાના ઈતિહાસ માં આવા ધર્મ પરિવર્તનો ખુબજ ઓછા જોવા મળે છે. તેઓએ દલિતોને ૨૨ પ્રતિજ્ઞાઓ આપી.આ પ્રતિજ્ઞાઓ દલિતોને અંધ શ્રદ્ધા અને વિરોધભાસથી જાગૃત કરવા માટે આપી.
બંધારણના ઘડવૈયા
૧૯૪૬માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂટાયા તા. ૯ ડીસેમ્બર ૧૯૪૬ માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી ડૉ. આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા તા.૨૯ એપ્રિલ ૧૯૪૭ માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી હિંદુ-મુસ્લિમ એકતા સાધી શકાઈ નહિ છેવટે ભારતના ભાગલા નિશ્ચિત બન્યા ભારત-પાકિસ્તાન અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. તા. ૩ ઓગસ્ટ ૧૯૪૭ માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. તા. ૨૯ ઓગસ્ટે ડૉ. આંબેડકરની ભારતના બંધારણી ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઇ. ડૉ. આંબેડકરની દેશ નું બંધારણ ઘડવા માટે પસંદગી થાય એ ખરેખર એ સમય માં ખુબજ અગત્યની વાત હતી. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉ.અમ્બેડકરે ફેબ્રુઆરી ૧૯૪૮ન છેલા અઠવાડીયામાં ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્રપ્રશાદ ને સુપ્રત કરી ડૉ.આંબેડકરે તા.૧૫ અપ્રિલ ૧૯૪૮ માં ડૉ.શારદા કબીર સાથે લગ્ન કર્યા .પત્ની ડોક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું .ભારતના બંધારણ ના કાચા મુસદાને દેશના લોકોની જન માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે ૬ માસ સુધી જાહેરમાં મુકવામાં આવ્યો તા ૪ નવેમ્બેર ૧૯૪૮ માં ડૉ.આંબેડકરે ભારતના બંધારણને બંધારણ સભાની બહાલી માટે રજુ કર્યું .મુખ્યત્વે ડૉ.આંબેડકર રચિત બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતા તા ૨૬ નવેમ્બર ૧૯૪૯મ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું .આ વખતે બંધારણના પ્રતિનિધિઓ તેમજ ડૉ.રાજેન્દ્ર પ્રશાદે ડૉ.આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા.તા ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસતાક બન્યો.
૧૯૫૨ માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચુંટણીમાં ડૉ.આંબેડકર મુંબઈ માંથી પાર્લામેન્ટ બેઠક માટે ઉભા રહ્યા પરંતુ શ્રી કાજરોલકર સામે તેમની હાર થઈ .માર્ચ ૧૯૫૨ માં ડૉ.આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્ય સભાના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા અને રાજ્ય સભાના સભ્ય બન્યા. તા. ૧ જુન ૧૯૫૨ માં તેઓ ન્યુયોર્ક ગયા અને તા.૫ જુન ૧૯૫૨ માં કોલમ્બિયા યુનીવર્સીટીએ એમને સર્વોચ એવી "ડોક્ટર એટ લો"ની પદવી આપી .તા ૧૨ જાન્યુઆરી ૧૯૫૩ માં ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ.આંબેડકરને "ડોક્ટર ઓફ લીટરેચર" ની ઉચ્ચ પદવી આપી . તેઓની ખરાબ તબિયત ના કારણે બહુ લાંબુ જીવી શક્યા નહિ. તા ૬ ડીસેમ્બેર ૧૯૫૬ ની વહેલી સવારે તેઓનું દિલ્લીમાં મહાપરીનિર્વાણ થયું.
બુધવાર, 11 સપ્ટેમ્બર, 2013
કબીરવડ – શુક્લતીર્થ

બેટની ઉપર દુનિયાના મોટામાં મોટા વૃક્ષ તરીકે ગણાતા એક ચોરસ માઈલના વિસ્તારમાં ફેલાયેલો જમાનાથી ઊભેલો કબીરવડ અને આસપાસમાં આવેલાં તીર્થક્ષેત્રો આ સ્થળનું આકર્ષણ છે.
દંતકથા તો કહે છે કે, કબીરવડ એ વડવાઈના દાતણની ચીર નાખી ને વડ વિસ્તર્યો. પણ એ હકીકતનું નહીં પણ મર્મનું સત્ય તો પારખી શકાય છે એ વિશાળ વડના અવશેષમાં. કેવો હશે એ જ્યારે ખંડિત નહીં હોય ? પૂછો નર્મદને, ‘ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમસે પા‘ડ સરખો ! નદી વચ્ચે ઊભો નિર્ભયપણે એકસરખો !‘ એમ તો નર્મદાએ અનેક કવિઓ-સંતોને પ્રેર્યા છે. શંકરાચાર્યે અષ્ટક પ્રયોજ્યું ‘નમામિ દેવિ નર્મદે‘ તો ભરૂચના કવિ બ. ક. ઠાકોરે પણ ગુજરાતનું પ્રથમ સોનેટ આપ્યું ‘ભણકારા‘ નર્મદાની પ્રેરણાથી. શુકલતીર્થ પછી ભરૂચ. તે તો ભૃગુકચ્છ ! ભૃગુઓની ભૂમિ ! ભગવાન લકુલેશના કાયાવરોહણ તીર્થની નર્મદા-પોષિત પુરાણકથાની જેમ ભૃગુકચ્છની કથા ય આપણી સંસ્કૃતિનો વારસો.
શુકલતીર્થ પાસે આવેલો કબીરવડનો બેટ નદીની સપાટીથી થોડોક જ ઊંચો છે. ત્યાં ફરી બોટ દ્વારા જઈ શકાય છે. શુકલતીર્થની બાજુમાં થોડે છેટે 1 કાળી તીર્થ, 2 ઓંકારેશ્વરતીર્થ, 3 શુકલતીર્થ એમ ત્રણ તીર્થો આવેલાં છે. તેમાં શુકલતીર્થ પાપવિમોચન માટે પૃથ્વી પરનું પવિત્રમાં પવિત્ર સ્થળ મનાય છે. અણહિલવાડ પાટણના રાજા ચામુંડે તેના પુત્રમરણના આઘાતથી તેના જીવનના શેષ દિવસો અહીં પસાર કરેલા. અહીં દર વરસે કાર્તકી પૂર્ણિમાએ પાંચ દિવસ સુધી ચાલતો મેળો ભરાય છે અને તેમાં સંખ્યાબંધ માણસો આવતા હોય છે. આ સ્થળને વિહારધામ તરીકે ખિલવવામાં આવ્યું છે અને ત્યાં પર્યટનાર્થીઓને રહેવા માટેની સગવડ કરવામાં આવે છે.
રવિવાર, 8 સપ્ટેમ્બર, 2013
શનિવાર, 7 સપ્ટેમ્બર, 2013
શુક્રવાર, 6 સપ્ટેમ્બર, 2013
ગુરુવાર, 5 સપ્ટેમ્બર, 2013
શિક્ષક દિન વિશેષ
"'સર્વપલ્લી રાધાકૃષ્ણન'''
જન્મ તારીખ = ૫ સપ્ટેમ્બર ૧૮૮૮જન્મ સ્થળ = તિરૂત્તાની, તામિલ નાડુ, ભારતમૃત્યુ તારીખ = ૧૭ એપ્રિલ ૧૯૭૫મૃત્યુ સ્થળ = ચેન્નઈ, તામિલ નાડુ, ભારતકાર્યકાળ = પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭)અભ્યાસ = તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી.ખિતાબ = ભારત રત્ન, સર (બ્રિટીશ)ધર્મ = વેદાંત,હિંદુજીવનસાથી = શિવકામ્માસંતાન = ૫ પુત્રી,૧ પુત્ર
'''સર્વપલ્લી રાધાકૃષ્ણન''' ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા.તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને,અંગ્રેજીભાષીઓને , ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો.તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.
== જીવન ==સર્વપલ્લી રાધાકૃષ્ણનસર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે નો જન્મ, તામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ ''તિરૂત્તાની'' નામકગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુહતી. તેઓનું બાળપણ ''તિરૂત્તાની'', ''તિરૂવેલુર'' અને ''તિરુપતિ બાલાજી|તિરૂપતિ' ' માં વિત્યું હતુ.
જન્મ તારીખ = ૫ સપ્ટેમ્બર ૧૮૮૮જન્મ સ્થળ = તિરૂત્તાની, તામિલ નાડુ, ભારતમૃત્યુ તારીખ = ૧૭ એપ્રિલ ૧૯૭૫મૃત્યુ સ્થળ = ચેન્નઈ, તામિલ નાડુ, ભારતકાર્યકાળ = પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭)અભ્યાસ = તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી.ખિતાબ = ભારત રત્ન, સર (બ્રિટીશ)ધર્મ = વેદાંત,હિંદુજીવનસાથી = શિવકામ્માસંતાન = ૫ પુત્રી,૧ પુત્ર
'''સર્વપલ્લી રાધાકૃષ્ણન''' ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા.તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને,અંગ્રેજીભાષીઓને , ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો.તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.
== જીવન ==સર્વપલ્લી રાધાકૃષ્ણનસર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે નો જન્મ, તામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ ''તિરૂત્તાની'' નામકગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુહતી. તેઓનું બાળપણ ''તિરૂત્તાની'', ''તિરૂવેલુર'' અને ''તિરુપતિ બાલાજી|તિરૂપતિ' ' માં વિત્યું હતુ.
બુધવાર, 4 સપ્ટેમ્બર, 2013
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)