પૃષ્ઠો

બુધવાર, 21 ઑગસ્ટ, 2013

આજનું શિક્ષણ કેવું હોવું જોઈએ ?

           એક વાક્યમાં તેનો જવાબ આપવો હોય તો :  તેને સફળ માનવ બનાવે તેવું હોવું જોઈએ. શિક્ષણને આજકાલ ઘણું મહત્વ અપાય છે, આપવું પણ જોઈએ. દુખની વાત છે કે ફક્ત શિક્ષણને મહત્વ અપાયછે. નહિ કે કેવું શિક્ષણ ?  આજકાલનું  શિક્ષણ મહજ અર્થોપાર્જનના હેતુસર આપવામાં અને લેવામાં આવે છે. જેનાથી મજબૂત સમાજ બનતો નથી. સારા ડોક્ટરો, વકીલો અને ઇજનેરો મળી જાયછે પરંતુ સારા માનવો ઉપલબ્ધ નથી. દેશની કમર ભ્રષ્ટાચારે તોડી નાખી છે. પ્રવર્તમાન શિક્ષણ પ્રણાલી માં કઈક ગડબડ જરૂર છે. લોકો કામચોર અને ભ્રષ્ટાચારને પોષનારા વધુ જોવા મળે છે. દેશ ચલાવવાવાળાની વાત તો તડકે મૂકો. દેશના હિતોનું ધ્યાન રાખે તેવા નાગરિકો આપણે જોઈએ છે, તે ખાલી ડિગ્રીથિ નહીં મળે તે ચોક્કસ છે.
   સારા માનવ બનવા માટે આપણા  ધાર્મિક ગ્રંથોમાં પુષ્કળ મસાલો છે. તેનો ઉપયોગ તો થતો નથી. ગ્રંથોમાથી અંધશ્રદ્ધાના તત્વો દૂર કરી જીવન ઉપયોગી મેસેજ આપતો અભ્યાસક્રમ તૈયાર કરી પ્રથમ ધોરણથી તે કોલેજના છેલ્લા વર્ષ સુધી દાખલ કરવો જોઈએ. જેનાથી  સારા પુત્ર, સારા પતિ, સારા નાગરિક કે જેનામાં રાષ્ટ્રહિતની ભાવનાઓ ભરપૂર હોય તેવા નાગરિકો બનાવી શકાય. ધાર્મિક શિક્ષણ સ્કૂલ કોલેજમાં કેમ આપી શકાય ?  યોગ, ધર્મની વાતો, મારસિયલ આર્ટ કેમ શીખવી શકાય ? કુદરતી આફતો સામે કેમ બાથ ભીડવી તે કેમ શીખવી શકાય ? મજબૂત વ્યક્તિત્વ કેમ ડેવલપ કરવું તે કેમ શીખવી શકાય.? શું આપણે તેવા બાળકો બનાવવાના છે કે જે નાપાસ થવાની બીકમાં આત્મ હત્યા કરવા દોરાય ?
             ફક્ત વ્યવસાયલક્ષી શિક્ષણથી ઉન્નત સમાજ નહીં બની શકે. વધુમાં આજના ટ્રેન્ડ મુજબ વિધાર્થીને તેનામાં રહેલ ક્રિએટિવિટી અનુસાર નહીં પરંતુ માં-બાપની ઈચ્છા મુજબ ભણતરની લાઇન લેવી પડતી હોય છે. જે ખોટું છે. બીજું, અભ્યાસક્રમ ખુબજ લેન્ધિ હોવાથી ગોખણપટ્ટી ઉપર આધાર રાખવો પડે છે. જેના કારણે વિધ્યાર્થી પાછલું ભૂલતો જાય છે. આમ ક્રિએટિવિટીને દબાવવાથીજીનીયસપેદા થતાં નથી. કહેવાતા આજના  શિક્ષણના માપદંડો મુજબ આઈન્સ્ટાઈન ઠોઠ વિધ્યાર્થી હતા, તેવા ઘણા દાખલાઓ છે. માટે બાળકમાં રહેલ કુદરતી લગાવ અને રસને પારખીને તેને અનુકૂળ  શિક્ષણ આપવું જોઈએ. તથા પ્રોજેકટ વર્ક આપીને તેની ક્રિએટિવિટી ખીલવવી જરૂરી છે. ટ્યુસનનો ભાર તો એટલો બધો હોય છે કેખલીપણ તે ઊચકતા થાકી જાય. એક બીજનેસ બનાવી નાખ્યો છે.  શિક્ષણ આટલું બધુ મોંઘું કેવી રીતે હોય શકે.? પછી તે ડિગ્રી મેળવીને લાલચમાં ફસાવાનો છે.
There is no end to education, the whole of life , from the moment you are born to the moment you die, is a process of learning: Jiddu Krishnamurti.
         શિક્ષણ એવું હોવું જોઈએ કે મનુષ્યની માનવતાને    સર્વોચ્ચ  શિખરોએ પહોચાડે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો