ફરકતો રહે વિશાળ ગગને ત્રિરંગો
ફરકતો રહે મરકતો રહે વિશાળ ગગને ત્રિરંગો
શાન કાજે જવાનોએ બલિદાનની ટોળી બનાવી છે
રંગ તારા અનોખા અને નિરાલા લાગે હમેશાં
હર રંગમાં રંગાઈ જઈને ઈદ ને હોળી મનાવી છે
ઉગે દિનને રાત અનોખી ભાત પાડી જીવનમાં
અમે પતેતી, ક્રિસમસ,પર્યુષણ,દિવાળી મનાવી છે
શાંતિ, હરિયાળી, બલિદાનની ભાવના દિલમાં
અશોકચક્ર જેમ વિકાસ ગતિની ગાડી દોડાવી છે
સત્ય અહિંસા તણા છીએ સાચા સમર્થક હમેશાં
વખત આવ્યે દુશ્મનને કરડી આંખ જ બતાવી છે
સહન કર્યા જુલ્મો ને કરી છે બલિદાનની સફર
દેશ ભક્તિ રંગ કેરી કસુંબલ મહેફિલ જમાવી છે
ધ્યેય જીવનનું કાયમ છલકાશે આ આયખામાં
ભગત,સરદાર,સુભાષ,ગાંધીની યાદો સમાવી છે
તુજ શાન કાજે મોત વહાલું કરવાને ક્ષણમાં
દેશદાઝ કેરી જ્યોત દિલમાં કાયમ જલાવી છે

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો